Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

નાગરિકો વિરુદ્ધ આ હુમલો અન્યાયપૂર્ણ છે: સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ ઇઝરાયલ અને ગાઝા પટ્ટીની વચ્ચેની સીમા પર રોકેટ છોડવાની વધતી જતી ઘટના પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે નાગરિકો વિરુદ્ધ આ હુમલો ખુબજ અન્યાયપૂર્ણ છે. મંગળવારના રોજ ઇઝરાયલના હવાઈ હુમલામાં પેલેસ્ટીનિયન ઇસ્લામિક જિહાદના સમૂહના એક કમાંડર બહા અબુ અલ અતા નું મૃત્યુ થતા આ સંઘર્ષમાં વધારો થયો હતો.

                      પશ્ચિમ એશિયા શાંતિ પ્રક્રિયા માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સમન્વયસ્ક નીકકોલે મલાદેનોવે બુધવારના રોજ આપેલ એક માહિતીમાં જણાવ્યું છે કે પૈલિસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ અને ઇઝરાયલ વચ્છસ ચાલી રહેલ સંઘર્ષને લઈને હું ચિંતિત છું.

(6:26 pm IST)