Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કપાળથી જોડાયેલા ઓડિશાના બે ભાઈઓની સર્જરીને લિમ્‍કા બુકમાં સ્‍થાન

નવી દિલ્‍હી,તા.૧૪:ઓડિશાના કંધમાલ જિલ્લામાં કપાળથી જોડાયેલા બે ભાઈઓને છુટા કરવાની સર્જરીને લિમ્‍કા બુકમાં સ્‍થાન આપવામાં આવશે. ભારતમાં આ પ્રકારના પ્રથમ ઓપરેશન તરીકે એને લિમ્‍કા બુકના ૨૦૨૦ની આવૃત્તિમાં સ્‍થાન આપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

કપાળથી જોડાયેલા બે ભાઈઓ જગ્‍ગા અને કાલિયાને સર્જરી દ્વારા છુટા કરવાનું દિલ્‍હીની એમ્‍સમાં કરવામાં આવેલું ઓપરેશન સફળ રહ્યું છે. એમ્‍સના ૧૨૫ ડોક્‍ટર્સ અને પેરા મેડિકલની ટીમ દ્વારા ઓગસ્‍ટ, ૨૦૧૭માં અને ઓકટોબર, ૨૦૧૯માં એમ બે ઓપરેશન કરી આ સર્જરી કરવામાં આવી હતી. પહેલી સર્જરી વખતે બન્ને બાળકોની ઉંમર માત્ર ૨૮ મહિના હતી.

આ ઓપરેશનની વિશેષતા એ હતી કે બન્ને બાળકોના માથામાં એક જ નસ હોવાથી એમ્‍સની વેન બેન્‍કમાંથી નસ લઈને કાલિયાના માથામાં લગાવવામાં આવી હતી. આ ઓપરેશન માટે આ અગાઉ આ જ પ્રકારની બે સર્જરીનો અનુભવ ધરાવનારા અલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇન કોલેજ ઓફ મેડિસિનમાં પીડિયાટ્રિક ન્‍યુરોસર્જન પ્રોફેસર જેમ્‍સ ગુડરીચની સલાહ લેવામાં આવી હતી. બાળકો પર સર્જરી કરતાં પહેલાં ત્રણ ડમી ઓપરેશન કરવામાં આવ્‍યાં હતાં. છેલ્લાં ૩૩ વર્ષમાં વિશ્વમાં આ પ્રકારની ૧૨ કે ૧૩ જ સર્જરી કરવામાં આવી છે

 

(3:58 pm IST)