Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

Whatsappમાં આવશે બે નવા ખાસ ફિચર્સ: નંબર સેવ કરવા બનશે સરળ

નવી દિલ્હી :વૉટ્સએપ સતત પોતાના ફિચર્સમાં બદલાવ કરતું રહે છે. તાજેતરમાં જ વૉટ્સએપ સ્ટીકર ફીચર હિટ થયુ હતું. તેવામાં વૉટ્સએપ કેટલાંક નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. તેમાં ક્યૂઆર કોડ અને કૉન્ટેક્ટ મોકલવા અંગેના ફિચર્સ સામેલ છે. આ ફિચર તમને વૉટ્સએપમાં કોઇ કોન્ટેક્ટને એડ કરવાનું કામ વધુ કરળ બનાવશે.

  હાલ વૉટ્સએપ એક એવા ફિચર પર ટેસ્ટિંગ કરી રહ્યું છે જેના દ્વારા તમે તમારા કોન્ટેક્ટના ક્યૂઆર કોડ ખૂબ જ સરળતાથી બનાવી શકશો. આ ક્યૂઆર કોડને સ્કેન કરીને અન્ય વૉટ્સએપ યુઝર સરળતાથી તમારુ નામ, નંબર, ફોટો પોતાની કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરી શકશે.

  મળતી માહિતી અનુસાર વૉટ્સએપ પોતાના યૂઆઇમાં નવુ ફિચર એડ કોન્ટેક્ટ જોડી રહ્યું છે. તેની સાથે જ ક્યૂઆર કોડ ફીચર પણ એડ કરવામાં આવી રહ્યું છે.

આ નવા ફિચર દ્વારા યુઝર્સ કંટ્રી કોડ અને મોબાઇલ નંબર એડ કરશે તો તેઓ જાણી શકશે કે આ યુઝર વૉટ્સએપ પર છે કે નહી. તે બાદ યુઝર તે કોન્ટક્ટને પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરી શકશે. હજુ આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. હાલ વૉટ્સએપ યુઝર કોઇને પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં ત્યારે જ જોડી શકે છે જ્યારે તે યુઝર વૉટ્સએપનો ઉપયોગ કરે છે.

(12:09 am IST)