Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સેમસંગ ગેલેક્ષી એ૯માં ચાર કેમેરા ઉપલબ્ધ હશે

૨૦મી નવેમ્બરના દિવસે ફોન લોંચ કરી દેવાશે : ૪૦૦૦૦ આસપાસ કિંમત રાખવાની તૈયારી : રિપોટ

નવીદિલ્હી, તા. ૧૪ : સેમસંગે હવે ચાર કેમેરા સાથેના ફોનને બજારમાં લાવવાની તૈયારી કરી દીધી છે. ચાર રિયર કેમેરાવાળા ગેલેક્ષી એ૯ સ્માર્ટ ફોનની લોંચ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. સેમસંગ ગેલેક્ષી એ-૯ ભારતમાં ૨૦ નવેમ્બરના દિવસે લોંચ કરવામાં આવશે. ફોનને મલેશિયાના પાટનગર ક્વાલાલ્મપુરમાં એક ઇવેન્ટમાં લોંચ કરવામાં આવશે. હવે ફોન ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આને ૪૦૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં લોંચ કરવાની હિલચાલ છે. સેમસંગ ગેલેક્ષી એ-૯ની વિશેષતા ખુબ મહત્વપૂર્ણ છે. આમા ચાર રિયર કેમેરા, સુપર એમોલેડ ડિસ્પ્લે, ડોલ્બી એટમોસ જેવા ફીચર તેમાં સામેલ રહેશે. આ ફોન ત્રણ નવા રંગમાં રહેશે. સેમસંગ ગેલેક્ષી એ-૯ના છ જીબી રેમ અને ૧૨૮ જીબી ઇનબિલ્ટ સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત ૩૯૦૦૦ રૂપિયા હોઈ શકે છે.

ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ રહેશે જેમાં લેમનેડ બ્લુ, બબલગમ પિંક અને એવિયર બ્લેક કલરમાં ઉપલબ્ધ રહેશે. કંપની દ્વારા મોકલવામાં આવેલા મિડિયા ઇન્વાઇટમાં કહેવામાં આવ્યું છે કે, ફોનને દિલ્હી અને એનસીઆરમાં આયોજિત એક ઇવેન્ટમાં લોંચ કરવામાં આવશે. સેમસંગે હાલમાં જ ભારતમાં ત્રિપલ રિયર કેમેરાવાળા પ્રથમ સ્માર્ટ ફોન ગેલેક્ષી એ-૭ લોંચ કર્યા હતા. કંપનીની યોજના પ્રિમિયમ સેગ્મેન્ટમાં નંબર કંપની વન પ્લસના લેટેસ્ટ ડિવાઈઝ વનપ્લસ-૬ટીને ટક્કર આપવામાં આવી છે. ફોનના સેલ્ફી માટે ૨૪ મેગા પિક્સલ કેમેરા છે. ફોનમાં ૬.૩ ઇંચના ફુલ એચડી અને સુપર એમોલેડ ડિસ્પ્લે પણ આપવામાં આવ્યા છે. આ ફોનમાં અન્ય સુવિધાઓ રહેલી છે. કનેક્ટીવીટીની વાત કરવામાં આવે તો ફોરજી, વોલ્ટ, થ્રીજી, વાઈફાઇ, બ્લુટુથ અને જીપીએસ જેવા સિસ્ટમ છે.

(8:09 pm IST)