Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઓબેસિટી હોય તો કોઇ કારણ વિના પણ ડિપ્રેશન આવી શકે

સિડની તા.૧૪: ઓવરવેઇટ અને ઓબીસી લોકોને ડિપ્રેશનક આવવાની સંભાવના વધુ હોય છે. બીજી કોઇ જ હેલ્‍થની સમસ્‍યા ન હોય તો પણ વગરકારણે મેદસ્‍વી લોકોને અવસાદ ઘેરી વળે એવું સંભવ છે. યુનિવર્સિટી ઓફ ઓસ્‍ટ્રેલિયાના પ્રોફેસરોએ ૪૮,૦૦૦ લોકોનો બાયોબેન્‍ક ડેટા તપાસીને આ તારવ્‍યું હતું કે ૧૯૩૮થી ૧૯૭૧ની વચ્‍ચે જન્‍મેલા ૨,૯૦,૦૦૦ લોકોની મેડિકલ અને જિનેટિકલ ઇન્‍ફર્મેશન પણ સંશોધકોએ તપાસી હતી. આ તમામ દર્દીઓનો હોસ્‍પિટલમાં નોંધાયેલો ડેટા તેમજ તેમણે જાતે સર્વે ફોર્મમાં નોંધેલી વિગતોનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું. એમાં જોવા મળ્‍યું હતું કે મેદસ્‍વી લોકોને વધુ વજન સાથે સંકળાયેલા રોગો હોય કે ન હોય, તેમને ડિપ્રેશન આવવાનું રિસ્‍ક વધુ છે.

(3:48 pm IST)