Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દારૂડિયો રસ્‍તા વચ્‍ચે જ સૂઇ ગયો, ઉપરથી કાર ફરી ગઇ છતાં બચી ગયો

 ચીનમાં સેન્‍મિંગ શહેરમાં એક ક્રોસરોડ પર થયેલી ઘટનાનો વિડિયો તાજેતરમાં વાઇરલ થયો છે. એમાં એક દારૂડિયો રસ્‍તા પર જ બેભાન થઇને ઢળી પડે છે. એકદમ અભાનાવસ્‍થામાં તે માણસ ચતોપાટ થઇને રસ્‍તાની વચ્‍ચોવચ્‍ચ સૂતો હોય છે. લગભગ ત્રણથી ચાર મિનિટ તે એમ જ રોડની વચ્‍ચે સૂતો હશે ત્‍યાં એક વાહન પૂરપાટ વેગે આવે છે. સ્‍વાભાવિકપણે દૂરથી આવતી ર્વેનના ચાલકનેએ માણસ દેખાતો નથી. તેના પરથી વેન નીકળી જાય છે અને પછી સહેજ દુર જઇને અટકી જાય છે. એ વખતે વેનના પાછલા પૈડા નીચેથી પેલો માણસ કપડાં ખંખેરીને ઊભો થઇ જાય છે. પોલીસે આ વિડિયો જાહેર કર્યો છે. અને પાર્ટી કર્યો પછી ઘરે પહોંચતી વખતે વિશેષ તકેદારી રાખવા માટે લોકોને અપીલ કરી છે.

 

(3:47 pm IST)