Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જાણો પાણીપુરી ખાવાથી થતા ફાયદા

તમે ઘણા લોકોના મોઢે એ વાત સાંભળી હશે કે વધારે પાણીપુરી ખાવાથી શરીરને નુકશાન થાય છે. પરંતુ, આજે જાણો પાણીપુરીની ખાસિયતો વિશે. પાણીપુરી તમારા સ્‍વાદ વધારવાની સાથે શરીરનું વજન ઓછુ કરવામાં પણ ફાયદાકારક છે.

પાણીપુરી ખાવાના ફાયદા

જ્જ પાણીપુરીના પાણીમાં જીરૂ પાવડર, શંચળ, મરી પાવડર, વગેરે મસાલા નાખવામાં આવે છે. જે સ્‍વાદિષ્‍ટ હોવાની સાથે તમારા હાજમાને પણ યોગ્‍ય બનાવી રાખે છે.

જ્જ તેનાથી એસીડીટીની સમસ્‍યાથી છુટકારો મળે છે.

જ્જ જે લોકો મોટાપાના કારણે સ્‍ટ્રીટ ફુડનું સેવન નથી કરી શકતા, તેના માટે પાણીપુરી ફાયદાકારક છે.

જ્જ આ ઉપરાંત પાણીપુરી તીખી હોવાની સાથે ખાટી-મીઠી હોવાથી મોઢામાં પડેલ ચાંદામાં રાહત આપે છે. તીખાશ પેટ સાફ કરવાની સાથે ચાંદાનું પાણી બહાર કાઢે છે તેથી ચાંદા સૂકાઇ જાય છે.

જ્જ ઉનાળામાં જ્‍યારે પણ તમારૂ ગળુ શુકાય, તો લોટના બનાવેલા ગોલગપ્‍પા ખાઈ લો.

(12:15 pm IST)
  • દેશમાં ભ્રષ્ટાચારને ખત્મ કરવા માટે ફરી પ૦૦ અને ર૦૦૦ની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવે : ઓમ પ્રકાશ રાજભર યોગી સરકારમાં મંત્રી રહેલા રાજભરે દેશમાં એકવાર ફરી નોટબંધી કરવાની વાત કહી access_time 1:13 pm IST

  • રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં વીરા દેસાઈ રોડ સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આગ ભભૂકી : બે લોકોના મોત :રાત્રે 8-30 વાગ્યા આસપાસ ટ્રાન્સકોન ઇમારતના 10માં અને 11માં માળે આગ લાગી ;ફ્લેટ ન,10001માં ફસાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા :ફ્લેટમાં હોલમાં બે સળગેલા શબ મળ્યા :ફ્લેટ ન,1001 અને 11માં માળે કેટલાક ભાગમાં વીજળીના તાર,ઘરનો સમાન,લાકડાનું ફર્નિચર બળીને ખાખ access_time 12:47 am IST

  • રાણાવાવના દોલતગઢમાં રાજેશ માલદે નામના યુવાન પર જીવલેણ હુમલો : હોસ્પિટલે લઇ જતી વેળાએ રસ્તામાં જ મોત : ગ્રામજનોના ટોળાએ બેફામ માર માર્યો : પોલીસ ફરિયાદની તજવીજ access_time 12:48 am IST