Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

તાઈવાનમાં એક બિલ્ડિંગમાં ભભૂકેલ ભીષણ આગથી 46 લોકોના જીવન દીપ બુજાયા

નવી દિલ્હી: દક્ષિણ તાઇવાન(southern Taiwan)માં ગુરુવારે એક 13 માળની રહેવાસી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, જેમાં 46 લોકો માર્યા ગયા(southern Taiwan). અન્ય 41 લોકો દઝાય ગયા. કાઓસુંગ શહેર(city of Kaohsiung) ના ફાયર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ અત્યંત 'ભયંકર' હતી, જેના કારણે બિલ્ડિંગના અનેક માળ બળી ગયા હતા. તાઇવાનના અધિકારીઓએ આગની ઘટનામાં 46 લોકોના મોતની પુષ્ટિ પણ કરી છે.

(6:11 pm IST)