Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મૂત્રનલિકામાં ફસાયેલો ચીપિયો ચાર વર્ષે બહાર નીકળ્યો

દુબઇ તા. ૧૪: સાઉદી અરેબિયાની એક કિલનિકમાં બાવીસ વર્ષનો એક યુવક યુરિન પાસ કરતી વખતે તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે યુરોલોજિસ્ટ પાસે ગયો હતો. નવાઇની વાત એ છે કે તેને કેમ દુખાવો અને ડિસકમ્ફર્ટ થઇ રહી છે એનું કારણ પણ ખબર હતી. તેણે જ સામેથી ડોકટરને કહ્યું હતું કે ચાર વર્ષ પહેલાં તેણે એક ચીપિયા જેવું ટ્વીઝર અંદર ઊંડુ ઉતારી દીધેલું. એ પછી એને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ચીપિયો બહુ ઊંડે જતો રહ્યો હોવાથી નીકળ્યો નહીં. જોકે કારણે ચાર વર્ષમાં કદી કોઇ દુખાવો પણ નહોતો થયો. વર્ષો બાદ આ તકલીફને કારણે તેને યાદ આવ્યું કે તેના પ્રાઇવેટ પાર્ટમાં તો ચીપિયો ઘૂેલો હતો. ડોકટરોએ એકસ-રે કરીને વાતની ચકાસણી કરી તો ખરેખર અંદર ચીપિયો હતો. પેશન્ટને જનરલ એનેસ્થેસિયા આપીને ડોકટરોએ ખાસ સાધન નાખીને ચીપિયાને મૂત્રનલિકામાંથી બહાર ખેંચી કાઢયો હતો. નવાઇની વાત એ હતી કે મૂત્રનલિકાને કોઇ જ ડેમેજ થયું નહોતું.

(3:41 pm IST)