Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઇટલીના શહેર કોર્ડાગ્રોમાં સાત મહિના પછી ફરીથી શાળાઓ શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: ઉત્તરી ઇટલીના શહેર કોર્ડાગ્રોમાં સોમવારના રોજ શાળામાં બાળકોના ચહેરા પર અનોખી જ રોનક જોવા મળી હતી કોરોના મહામારી દરમ્યાન સાત મહીના સુધી શાળાઓ બંધ કરવામાં આવી હતી જે પછી  હવે શાળાને ફરીથી શરૂ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                               ઇટલીમાં શાળાને શરૂ કર્યા પછી પણ એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે બાળકોને શાળા માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું રહેશે તેમજ સેનિટાઇઝરનો પણ યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને શાળાને ફરીથી ખોલવામાં આવી છે.

(6:24 pm IST)