Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગાઝાપટ્ટીમાં ઇઝરાયલના સૈનિકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલ ઝડપમાં બે મહિલાઓના મોત: 55 ફિલીસ્તીની ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં શુક્રવારના રોજ અપરાહમાં ઇઝરાયલી સૈનિકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલ ઝડપમાં બે મહિલાઓ મોતને ભેટી છે તેમજ ઓછામાં ઓછા 55 ફિલીસ્તીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

     ગાઝાના સ્વાસ્થય મંત્રાલયના પ્રવક્તા અશરફ કેન્દ્રાએ જણાવ્યું હતું કે પૂર્વી ગાઝા પટ્ટીમાં 55 પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાં 29 લોકોને  ઇઝરાયલી  સૈનિકોની ગોળી વાગી હતી આ દરમ્યાન બે મહિલાઓના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:27 pm IST)