Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

બે વર્ષની પુત્રીએ કારની બારીનું બટન દાબી દેતા માતાનું કરૂણ મોત

યુલીયા શાર્કો પતિ આર્થર અને તેની બાળકી સાથે ર૧ વર્ષની યુલીઆ શાર્કો તેની દીકરીને સીટના વિન્ડોમાંથી બહાર કાઢવા જઇ રહી હતી આ સમયે બાળકીએ ઓટોમેટિક સ્વિચ દાબી દીધી, તેનાથી બારી બંધ થઇને તેની મા મૃત્યુ પામી તેના પતિ આર્થરે તેને બહાર કાઢી પણ પછી બ્રેન ડેમેજના કારણે આઠ દિવસે હોસ્પિટલમાં મોત થયું.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમી યુરોપમાં પોલેન્ડની સીમાને અડેલા બેલારૂસ દેશની આ ચોંકાવનારી દ્યટના છે. અહીં એક ૨૧ વર્ષીય મા તેની દીકરીને કારની બારીમાંથી બહાર કાઢી રહી હતી ત્યારે અકસ્માતે મોતને ભેટી હતી. જોગાનુજોગ આ દિવસે જ તે તેનો ૨૧મો જન્મદિવસ મનાવીને પાછી કરી હતી. યુલીઆ શાર્કો અડધી ખુલેલી મ્સ્ઉ કારની બારીમાંથી તેની બે વર્ષની બાળકીને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ સમયે તેની દીકરીએ ઓટોમેટિક સ્વિચ દાબી દીધી અને તે મહિલાનું ગળુ દબાઇ ગયું.

(3:23 pm IST)