Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ઓફિસ ટ્રિપ દરમ્યાન કોલગર્લ પાસે ગયો અને અટેકથી મૃત્યુ થયું, કોર્ટે કહ્યું, આ વર્કપ્લેસ એકિસડન્ટ છે માટે કંપનીએ વળતર આપવું પડશે

પેરીસ તા. ૧૪: એમ. જેવિયર નામના ભાઇ ફ્રાન્સના પેરિસમાં રેલવે કન્સ્ટ્રકશન કંપની ટીએસઓમાં કામ કરતા હતા. ર૦૧૩માં તેઓ બિઝનેસના કામસર લોયરેટ ગયા હતા. ઘરથી દુર હોવાથી ભાઇસાહેબ કોઇ અજાણી કોલગર્લ સાથે રાત વિતાવવા ગયા. જોકે ત્યાં સંબંધ બનાવતી વખતે જ તેને હાર્ડઅટેક આવ્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થઇ ગયું. પેરિસની એક કોર્ટે આ ઘટનાને વર્કપ્લેસ એકિસડન્ટ ગણાવીને એ કંપનીએ કર્મચારીના પરિવારને વળતર આપવું જોઇએ એવો ચુકાદો તાજેતરમાં આપ્યો છે. કોર્ટમાં કંપનીએ દલીલ કરી હતી કે, 'જેવિયરભાઇ બિઝનેસના કામ માટે ટ્રિપ પર ગયેલા, પણ ત્યાં જઇને કોલગર્લ પાસે જવું એ તેમના કામનો હિસ્સો નહોતું. વળી, કંપની દ્વારા જે હોટલમાં તેમનો ઉતારો રાખવામાં આવ્યો હતો એમાં નહીં, પણ બીજી હોટલમાં કર્મચારી કોલગર્લ સાથે રોકાયેલો અને ત્યાં તેનો જીવ ગયો છે. એ બન્ને રીતે કંપની તેના મૃત્યુ માટે જવાબદાર નથી. ઉલટાનું તેને જે કામ માટે મોકલવામાં આવ્યો હતો એનાથી ભટકીને તેણે અંગત જરૂરિયાતો માટે સમય ફાળવીને કામ પ્રત્યે બેજવારદારી દાખવી છે.'

જોકે પેરિસની કોર્ટનું કહેવું હતું કે, 'જેમ નહાવું કે ખાવું જરૂરી છે એમ યૌન જરૂરિયાતો પણ રોજિંદી જિંદગીનો જ હિસ્સો છે. બિજનેસ ટ્રિપ દરમ્યાન રોજિંદા જીવનની ક્રિયા દરમ્યાન જ તેનો જીવ ગયો હોવાથી કંપનીએ કર્મચારીના પરિવારને વળતર આપવું પડે.'

(12:59 pm IST)