Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઇંગ્લેન્ડમાં વિશાળ મહેલ જેવો બંગલો વેચવા માટે દંપત્તિઅે રૂૂ.૯૪૧ની લોટરી ટિકીટ બહાર પાડીઃ વેબસાઇટ ઉપર ટિકીટ સિસ્‍ટમ ઉપલબ્ધ

નોર્થ યોર્કશાયરઃ ઈંગ્લેન્ડમાં નોર્થ યોર્કશાયરમાં આવેલ એક વિશાળ મહેલ જેવો બંગલો તેનું માલિક કપલ વેચી રહ્યો છે. વિક્ટોરિયન પ્રોપર્ટીમાં ચાર બેડરૂમ, એક ઓપન સ્વિમિંગ પૂલ અને હોટ ટબથી લઈને તમામ સુવિધાઓ છે. તેને ખરીદવા માટે માત્ર 941 રૂપિયા ખર્ચ કરવા પડશે કારણકે કપલ તેને લોટરી ટિકિટ સિસ્ટમથી વેચવા માંગે છે. માટે કપલે કોઈ એસ્ટેટ એજન્ટની જગ્યાએ ખાસ વેબસાઈટ બનાવી છે. જે પણ વ્યક્તિની ટિકિટ સિલેક્ટ થશે, તે કેશ પ્રાઈઝ સાથે બંગલાનો માલિક પણ બનશે. વિનરને ટિકિટ સિવાય અન્ય કોઈ ખર્ચ ઉપાડવાનો નથી.

કપલે પ્રોપર્ટી 1977માં ખરીદી હતી, જે દરિયા કિનારે આવાલ વાઇટબે ટાઉનથી માત્ર 10 મિનિટના અંતરે છે. જેથી બંગલાનો માલિક અહીં ગરમીઓ સમુદ્રની ઠંડી હવાનો આનંદ પણ ઉઠાવી શકે છે. 40 વર્ષથી બંગલો કપલ રોબર્ટ અને એવરિલનું ઘર હતું. કપલ તેને સ્ટેટ એજન્ટ દ્વારા વેચવા માંગતું નથી. એવામાં તેમણે તેને એક વેબસાઈટ દ્વારા ટિકિટ સિસ્ટમથી વેચવાનો નિર્ણય કર્યો.

કપલે વેબસાઈટ પર જાણકારી દેતા જણાવ્યું કે તેમના માટે ઘર મેનેજ કરવું મુશ્કેલભર્યું બની રહ્યું છે. ગાર્ડન એરિયા એટલો મોટો છે કે હવે ઉંમરના લીધે તેનો ખ્યાલ રાખી શકતા નથી. કપલે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા તેમણે પોતાની દીકરીને ખોઈ દીધી, જે નવી લાઈફ શરુ કરવા જઈ રહી હતી. ઘટનાએ તેમના પર ઊંડો ઘા માર્યો છે. જ્યારે તેમનો દીકરો પોતાની નાની ફેમિલી સાથે અન્ય શહેરમાં રહે છે અને તેઓ ઈચ્છે છે કે અમે તેની સાથે રહીને સમય વિતાવીએ માટે અમારે બંગલો વેચવો છે

કપલે બંગલો વેચવા માટે લોટરી સિસ્ટમને પસંદ કરી છે, જેમાં માત્ર ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં રહેતા લોકો ભાગ લઇ શકે છે. એક વ્યક્તિ એકથી વધુ ટિકિટ પણ ખરીદી શકે છે પણ 10,000 ટિકિટથી વધુ નહીં ખરીદી શકે. જોકે આટલી ટિકિટ લેવી કોઈ માટે રિસ્ક પણ હોઈ શકે છે. .

લોટરીનો ડ્રો 2 જાન્યુઆરી 2019માં થશે અને 3 જાન્યુઆરીએ વિનરનું નામ એનાઉન્સ કરશે. સ્પર્ધામાં ફક્ત ચુનાઇટેડ કિંગડમમાં આવતા સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ દેશના રહેવાસી ભાગ લઈ શકશે. વિનરને કમ્પ્યુટર એલ્ગોરિધ્મથી પસંદ કરાશે. કપલે મકાન વેચવા માટે 60000 ટિકિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેમજ મકાનના નવા માલિક સહીત સેકન્ડ અને થર્ડ પોઝિશન પર આવનારા ટિકિટ ધારકો માટે પણ પ્રાઈઝ મની રાખવામાં આવ્યા છે. મકાન માટે નવા ઓનર અને ફર્સ્ટ પ્રાઈઝ હકદારને ટિકિટની કિંમતના 40 ટકા ભાગ કેશ તરીકે મળશે. ટાર્ગેટ મુજબ, 60 હજાર ટિકિટ વેચાય તો પણ વ્યવસ્થા રહેશે.

(4:37 pm IST)
  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST