Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

દક્ષિણી ચીનના શેનઝેન શહેરમાં અનોખો દાવો કરવામાં આવ્યો:ફ્રોઝન ફૂડની તપાસમાં મળી આવ્યો કોરોના વાયરસ

નવી દિલ્હી: દક્ષિણ ચીનનાં શેનઝેન શહેરમાં બ્રાઝિલનાં આયાત કરેલા ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાસને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શેનઝેનનાં લોન્ગાગ જિલ્લામાં આયાત કરેલા ફ્રોજન ફૂડની તપાસ દરમિયાન , ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા સપાટીનાં નમૂનામાં કોરોનાવાયરસ મળી આવ્યો હતો.

              એક અહેવાલમાં જણાવ્યા અનુસાર , શેનઝેનનાં આરોગ્ય અધિકારીઓએ તુરંત લોકોને શોધી કાઠી અને તેમનુ ટેસ્ટ કર્યુ , જે ઉત્પાદનનાં સંપર્કમાં આવ્યા હોઇ શકે છે , અને બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ , સ્ટોકમાં સંબંધિત તમામ ઉત્પાદનો સીલ કરી દેવામાં આવ્યા છે , અને તમામનાં ટેસ્ટ નેગેટિવ આવ્યા છેઅધિકારીઓએ બ્રાન્ડનાં નામ જાહેર કર્યા નથી , પરંતુ તે બ્રાન્ડનાં બધાં ઉત્પાદનોને ટ્રેસ કરી દેવામાં આવ્યાં છે , અને જ્યાં ચિકન વિગ્સ સંગ્રહિત કરવામાં આવ્યુ હતુ ત્યાં જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.

(2:37 pm IST)
  • રાજસ્થાન અશોક ગેહલોત સરકારે વિશ્વાસનો મત જીત્યા: વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કર્યો :સરકારનું સંકટ ટળ્યું access_time 4:35 pm IST

  • પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ શહેરમાં ચીની કંપનીઓ સામે જનઆક્રોશ - ભારે ગુસ્સો : લોકોએ વિરોધ પ્રદર્શન રેલીમાં મશાલો પ્રગટાવી અને ડ્રેગન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા : ચીની કંપનીઓ દ્વારા નીલમ-જેલમ નદી પર મેગા ડેમના બાંધકામનો વિરોધ કરવા માટે રેલી યોજાઈ હતી : રેલીમાં હાજર રહેલા લોકોએ નદીઓ બચાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા access_time 11:11 pm IST

  • જયપુરમાં બારે મેઘ ખાંગા : બેફામ વરસાદ વરસ્યો.. ૧૦ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો .. ૧૯૮૧ પછીનો સૌથી ભારે વરસાદ પડ્યો ; ચોતરફ જળબંબોળ : ગોઠણડૂબ પાણી access_time 11:45 pm IST