Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

આત્મહત્યા કરવા માટે ટૂથબ્રશ ગળેલું જે ર૦ વર્ષ બાદ ડોકટરોએ પેટમાંથી કાઢયું

બીજીંગ તા. ૧૪: ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના શેનઝેન શહેરની એક હોસ્પિટલમાં ગયા અઠવાડિયે એક અજીબ કિસ્સો બહાર આવ્યો. ન ખાવી જોઇએ એવી ચીજો ખાવાનું ક્રેવિંગ ધરાવતા દરદીઓના કિસ્સા વધતા ગયા છે. દરદીઓ સિકકા, કાતર, પિન જેવી ચીજો ગળી જાય છે, પણ આ ભાઇએ તો જાણીબૂઝીને ટૂથબ્રશ ગળ્યું હતું. એ પણ લગભગ વીસી વર્ષ પહેલાં. ભાઇસાહેબ આત્મહત્યા કરવા માગતા હોવાથી તેમણે ગળામાં ટૂથબ્રશ ભરાવી દીધું હતું જે અંદરઉતરી ગયેલું અને એ પછી પણ તેને કોઇ તકલીફ નહોતી થઇ. લી નામના પ૧ વર્ષના આ દરદીને એક મહિના પહેલાં પેટમાં ખૂબ પીડા સાથે હોસ્પિટલમાં ભરતી કરાવાયો હતો. ડોકટરોએ સીટી સ્કેન કરતાં નાના આંતરડામાં લાંબી સ્ટિક જેવું દેખાયું. જયારે આ બાબતે ડોકટરોએ પેશન્ટને પૂછતાછ કરી તો તેને માંડ યાદ આવ્યું કે, 'વીસ વર્ષ પહેલાં તેણે ટૂથબ્રશ ગળીને મરવાની કોશિશ કરી હતી.' એ. વખતે તે એચઆઇવીનો શિકાર થઇ ગયેલો. સ્ટ્રેસમાં આવીને તેણે મરવાનું નકકી કરેલું. જોકે ટૂથબ્રશ ગળ્યા પછી પણ તેને કશું થયું નહોતું અને કોઇ દરદ પણ ન હોતું થયું. એ પછી તેણે એચઆઇવી માટેની દવાઓ ગળીને સારવાર લેવા તરફ ધ્યાન લગાવ્યું. સારવાર લીધા પછી તે સાજો થઇ ગયો અને પરિવાર સાથે ખુશ હતો એટલે તેને પેટમાં બ્રશ હતું એ વાત પણ ભુલાઇ ગયેલી. ડોકટરોનું કહેવું છે કે તેના પેટમાં વર્ષો જૂના બ્રશને કારણે ખૂબ ઇન્ફેકશન થઇ ગયેલું જે લિવર સુધી પહોંચી જાય એમ હતું. ટુથબ્રશના બધા જ પ્લાસ્ટિકના દાંતા પેટમાં ઠેર-ઠેર વીખરાઇ ચુકયા હતા. (

(3:27 pm IST)
  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST

  • દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST