Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બ્રિટેનની સંસદ પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:બ્રિટેનમાં સંસદ ભવનની બહાર આજે એક કાર સુરક્ષા સ્પીડ બ્રેકટરથી ટકરાતા ત્યાંથી પસાર થનાર ઘણા લોકોને ઇજા પહોંચી છે સ્કૉટલૈંડ યાર્ડએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે પોલીસે તુરંત પુરુષ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે મેટ્રોપોલિટિન પોલીસે હજી સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે આ કોઈ હુમલો હતો કે તેનો સંબંધ કોઈ આતંકવાદી સંગઠન સાથે છે આ ઘટના  ત્યાંના સ્થાનિક સમયાનુસાર સવારના 7.37 વાગ્યાની આસપાસ બની હતી.

(6:58 pm IST)