Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગુચીએ બહાર પાડયા રત્નજડિત સ્નીકર્સ કિંમત છે ૧,૧૧,૧૦૧ રૂપિયા

લંડન તા.૧૪: ઇટાલિયન લકઝરી બ્રેન્ડ ગુચીએ રત્નજડિત સ્નીકર્સ તૈયાર કર્યાં છે. પાંચ અલગ-અલગ રંગોના રત્નોના સ્ટ્રેપ્સ અલગ કરી શકાય એવા પણ છે. સેગા નામની વિડિયો-ગેમ પરથી પ્રેરણા લઇને આ સ્નીકર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. હાઇકિંગ અને ટ્રેકિંગ માટેનાં આ શૂઝમાં વિવિધ રંગના રત્નો જડેલાં છે. આમ તો આ સ્નીકર્સની ડિઝાઇન ફેબ્રુઆરીમાં મિલાન ફેશન-વીકમાં પહેલી વાર શો-કેસ થઇ હતી, જો કે હવે એ ઓનલાઇન પ્રી-ઓર્ડરથી વેચાવા મુકાયા છે. એની કિંમત અધધધ છે. ૧૫૯૦ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૧,૧૧,૧૦૧ રૂપિયામાં એ પડે. (૧.૬)

(12:04 pm IST)