Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મધર્સ ડેના દિવસે સંતાનોને મમ્મીની ખોટ ન સાલે એ માટે પિતા સ્ત્રીવેશે સ્કુલમાં ગયો

લંડન તા ૧૪ : થાઇલેન્ડમાં ૧૨ ઓગસ્ટે મધર્સ ડે ઉજવાયો હતો. જોકે ત્યાંની કેટલીક સ્કુલોમાં મધર્સ ડ ેની ઉજવણી ૧૦ ઓગસ્ટે થઇ હતી. આ દિવસે નર્સરીના બાળકોને તેમની મમ્મીઓ સાથે બોલાવવામાં આવ્યાં હતાં. કંચનાબુરી  ટાઉનમાં  રહેતા ૩૨ વર્ષના ચેટચાઇ પર્નુથાઇ નામનાભાઇ ના પાંચ અને ત્રણ વર્ષના બે સંતાનોને પણ તેમની સ્કુલમાં મમ્મીઓ સાથેઆવવાનું કહેવામાં આવ્યું હતુંં. જોકે ચેટચાઇની પત્ની તેને છોડીને જતી રહેલી અને હાલમાં પુરોપમાં જઇ વસી હતી. ઘરમાં તો ચેટાચાઇ બાળકોની મમ્મી અને પપ્પા બન્નેની ભૂમિકા અદા કરતો જ હતો, પરંતુ સ્કુલમૉ માધર્સ ડેના  દિવસે જયારે તે બાળકોની સ્કુલમાં મુકવા ગયો ત્યારે તેણે જોયું કે બીજા બધાજ બાળકોની મમ્મી આવી છે. અને બધાજ મમ્મીઓ સાથે ગેમમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે ભાઇને બહુ લાગી આવ્યું. તે ઘરે આવ્યો અને પોતાની પત્નીનું ફ્રોક લીધું અને પહેરીને પાછો સ્કુુલે પહોંચી ગયો. બીજી મમ્મીઓની જોડે તે ે પણ પોતાના સંતાનોની મમ્મી બનીને આખા કાર્યક્રમમાં રહ્યો. આ ઘટનાથી માત્ર તેનાં સંતાનો જ નહી, બીજા સંતાનોની મમ્મીઓ અને ઇવન ટીચર્સ પણ ખુબ ખુશ થઇ ગયા હતા. (૩.૪)

(12:01 pm IST)