Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વિડીયો-ગેમ્સથી બાળકોમાં સહાનુભૂતિને ઇમ્પ્રુવ કરી શકાય

નવી દિલ્હી તા. ૧૪ :.. ઘણાં બાળકો એકદમ ચંચળ અને હિંસક વર્તન ધરાવતાં હોય છે, પણ કેટલીક વિડીયો-ગેમ્સ દ્વારા તેમનામાં સહાનુભૂતિ જગાવી શકાય છે એમ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. બાળકોના કુમળા દિમાગમાં સહાનુભૂતિ ઊભી કરી શકાય એવી વિડીયો-ગેમ્સ તૈયાર કરીને અમેરિકામાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાં ૧પ૦ બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આવા બાળકોને બે અઠવાડીયા સુધી આવી ગેમ્સ રમવા આપવામાં આવી હતી. આ સિવાય બીજા બાળકોને બજારમાં ઉપલબ્ધ કમર્શિયલ ગેમ્સથી રમવા દેવામાં આવ્યાં હતાં. જે બાળકો રિસર્ચ માટે તૈયાર થયેલી ગેમ્સ રમતાં હતાં તેમનામાં બીજા લોકો પ્રત્યે કરુણાનો ભાવ જાગ્યો હતો. તેઓ બીજા બાળકોને મદદ કરવા માટે તત્પર હતાં. (પ-૧ર)

 

 

(12:01 pm IST)