Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ચોમાસામાં સ્વાસ્થ્ય માટે સારૂ છે દહિંનું સેવન

દહિં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ, ઘણા લોકો એવુ માનતા હોય છે કે ચોમાસામાં દહિંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. પરંતુ, એવુ હોતુ નથી. ચોમાસામાં દહિંનું સેવન શરીર માટે સારૂ છે.

૧. દહિંમાં ભરપુર માત્રામાં પ્રોબાયોટીક ગુણ હોય છે, જે ડાયરીયા અને ફુડ પોઈઝનિંગની સમસ્યામાં ફાયદાકારક હોય છે.

૨. જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા છે, તો દરરોજ દહિંનું સેવન કરો. દરરોજ દહિંનું સેવન કરવાથી પાચન શકિત મજબુત બને છે અને ભૂખ ન લાગવાની સસ્યાથી પણ છૂટકારો મળે છે.

૩. દાંત માટે પણ દહિંનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ દહિંનું સેવન કરવાથી દાંતોમાં કીટાણુ થવાની સમસ્યા થતી નથી અને શ્વાસની દુર્ગંધથી પણ છૂટકારો મળે છે.

૪. દરરોજ દહિંનું સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલ રહે છે તેમજ પેટ અને આંતરડાથી જોડાયેલ બીમારીઓ થતી નથી.

૫. દહીંમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેના કારણે તેનું સેવન કરવાથી હાડકા મજબુત બને છે.

૬. મગજ માટે દહિંનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમને તનાવની સમસ્યા રહે છે. તો દરરોજ દહિંનું સેવન કરો.

૭. દહિંમાં બદામ અને કિશમિશ મિકસ કરીને ખાવાથી તમારૂ વજન વધવા લાગશે.

(9:48 am IST)