Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તમારૂ બાળક તોફાની છે? તો તેને બહાર લઈને જતી વખતે આ વાતો જરૂર શીખવજો

જ્યારે પણ તમે તમારા બાળક સાથે કોઈ પાર્ટી કે ફંકશનમાં જાવ છો તો તમારા બાળકો ખૂબ જ હેરાન કરી દે છે. જેમકે શાંતિથી ન બેસવુ, સગાસંબંધી સાથે વ્યવસ્થિત વાત ન કરવી, બધાને હેરાન કરવા, વગેરે... કેટલીક વાર તો બાળકની અમુક હરકતોના કારણે તમારે શરમ અનુભવવી પડે છે. જો તમે પણ બાળકના આવા તોફાનથી હેરાન છો તો બાળકને અમુક વાતો શીખવો.

કપડાની ઇજ્જત કરતા શીખવો

બાળકને હંમેશા એવા કપડા પહેરાવો કે જેમાં તે પોતાને કમ્ફર્ટેબલ મહેસૂસ કરે. બાળકોને કયારેય વધુ ટાઈટ કપડા ન પહેરાવો. જો બાળકને તેના કપડા ભારે લાગશે તો તેને તે કપડા પહેરા જરા પણ ગમશે નહિં. જો તમે તેને શર્ટ અને જેકેટ પહેરાવશો તો તે વારંવાર શર્ટ-જેકેટ કાઢીને ફેંકી દેશે. બાળકોને આછા રંગના કપડા ઓછા પહેરાવવા.

નાના બાળકોને પોતે જ જમાડવા

જો તમારૂ બાળક વધુ નાનુ છે તો તમે પોતે જ તેને ખાવાનું ખવડાવો. કારણ કે કેટલીયવાર બાળક પોાની જાતે ખાવાનું લેગવામાં અને ખાવામાં કપડા ગંદા કરી નાખે છે. જેના કારણે કપડા ખરાબ થઈ જાય છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે બાળકને હંમેશા તમારા હાથથી જ ખવડાવવુ.

ઝઘડાથી દૂર રહેતા શીખવો

કેટલીયવાર તમે તમારા બાળકને એવી જગ્યાએ લઈ જાવ છો, જ્યાં બાળકો જ બાળકો હોય છે. જેમકે કોઈ બાળકનો જન્મદિવસ. બાળકો અંદરોઅંદર મસ્તી કરે અને રમતા હોય તો ઝઘડો તો થતો જ હોય. ત્યારે કેટલીયવાર તોડફોડ પણ થઈ જાય છે. કયારેક તમારા બાળકના ઝઘડવાના કારણે તમારે શરમ અનુભવવી પડે છે. તેથી તમારા બાળકને ડીસીપ્લીનમાં રહેતા શીખવો.

(9:47 am IST)