Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દક્ષિણ આફ્રિકામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કોરોનાના વધતા મામલાને લઈ દેશમાં ઈમરજન્સીને 15 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. રામાફોસાએ રાત્રે 9 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી કર્ફ્યુ અને ઘરથી બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલો પરથી ભારણ ઓછું કરવા દારૂના વેચાણ અને વિતરણ પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.

           દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનના કારણે દારૂ પર પ્રતિબંધ હતો. જેને એક જૂનથી હટાવી દેવામાં આવ્યો હતો. પછી દારૂ પીને થતી દુર્ઘટના તથા હિંસાના અનેક મામલા સામે આવવા લાગ્યા હતા. જેના કારણે હોસ્પિટલો પર ભારણ વધી ગયું હતું. કોરોના કાળમાં આવી ઘટના પર કાબુ રાખી શકાય અને હોસ્પિટલો પરનું ભારણ ઓછું થાય તે માટે ફરીથી દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છેકોવિડ 19નો સામનો કરવા બનાવવામાં આવેલી રણનીતિમાં કોઈ બદલાવ કર્યા વગર યથાવત રાખવામાં આવી છે.

(6:16 pm IST)