Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભારત-ચીનના તનાવ વચ્ચે બ્રહ્મપુત્ર નદી નીચે 14.85 કિલોમીટર લાંબી ટનલ બનાવવાને મળી મંજૂરી

નવી દિલ્હી: ભારત-ચીન તનાવ વચ્ચે કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્ર નદી નીચે 14.8 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની સૈઘ્ધાંતિક મંજૂરી આપી છે. ખાસ વાત છે કે સડક પરિવહન ટનલ પૂર્વી ચીનના તાઇદુ તળાવની નીચે બની રહેલી સડક પરિવહન ટનલ (10.79 કિલોમીટર) થી વધુ લાંબી છે.

           અત્યાધુનિક ટેનકિથી બનનારી ટનલ આસામ-અરુણાચલ પ્રદેશથી આખું વર્ષ કનેકટીવિટી ઉપલબ્ધ કરાવવાને લઇને અને રણનીતિક દૃષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છેસરકાર આસામના ગોહપુર (એનએચ-54)થી નુમાલીગઢ (એનએચ-37) ને જોડવા માટે ચાર લેન સડક પરિવહન ટનલ બનાવવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે.

(6:15 pm IST)