Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પિતાને જે રીતે સાપે બચકું ભરેલું એવું જ દીકરા સાથે પણ થયું

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોબર્ટ ઇરવિન નામના એક ટીનેજરને સાપ દંશ મારે છે. આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલાં રોબર્ટ ઇરવિનના પિતા સ્ટીવ ઇરવિન સાથે પણ આવી જ ઘટના બની હતી.

આ વિડિયોમાં રોબર્ટ બે વર્ષનો છે. રોબર્ટના પિતા સ્ટીવ ઇરવિન ઓસ્ટ્રેલિયાના વન્ય જીવોના સંરક્ષણવાદી તેમ જ જાણીતા ટેલિવિઝન પર્સનાલિટી હતા. ૧૬ વર્ષનો રોબર્ટ પણ તેના પિતાની જેમ જ વન્ય જીવોના બચાવ અને સંરક્ષણ માટે કામ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાના પ્રાણી સંગ્રહાલયમાં કામ કરવા ઉપરાંત પોતાની ડોકયુમેન્ટરી બનાવી રહ્યો છે. શનિવારે તેણે એક કાર્પેટ પાયથનને બચાવ્યા બાદ એનિમલ સિરીઝ માટે ફિલ્મ બનાવી રહ્યો હતો એ વખતે થેલીમાંથી તે પાયથનને બહાર કાઢી રહ્યો હતો ત્યારે તેણે રોબર્ટને બચકું ભર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર પોતાના પર સાપના હુમલાનો વિડિયો મૂકવા સાથે તેણે તેના પિતા સાથે બનેલી સમાન ઘટનાનો વિડિયો પણ મૂકયો છે.

(4:09 pm IST)