Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આ છે કુકીઝ પર કલાત્મક કલાકારી

હંગેરીના અજકા શહેરમાં એક કેકની દુકાન છે, જે સામાન્ય કુકીઝને ખાઈ શકાય એવા માસ્ટરપીસમાં તબદિલ કરવા માટે પ્રસિદ્ઘ છે. આ બેકરની શરૂઆત આમ તો ૭-૮ વર્ષ પહેલાં થયેલી.

એમાં જુડિટ ચેન્ક નામની શેફને વિદેશી મહેમાનો માટે ખાસ જિન્જરબ્રેડ કુકિંગ બેક કરવા માટે બોલાવેલી. નવાઈની વાત એ છે કે હવે તો જુડિટ બહુ મોટી કેક અને ડિઝાઇનર કન્ફેકશનરીની શેફ બની ગઈ છે, પરંતુ તેનો મૂળ વ્યવસાય હતો ચિનાઈ માટીનાં વાસણ પર ચિત્રકામ કરવાનો. જુડિટની કુકીઝ પરની ડિઝાઇનમાં પણ ચિનાઈ માટી પર જોવા મળતી આર્ટ જોવા મળે છે. આ કુકીઝ પર ચિનાઈ માટી જેવો ખાઈ શકાય એવો પાઉડર, જેલ અને વિવિધ રંગો દ્વારા જાણે કોતરણીકામ થયું હોય એવી ડિઝાઇન્સ જોવા મળે છે.

(4:08 pm IST)