Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઓસ્‍ટ્રેલીયાની બર્ગર અર્ઝ રેસ્‍ટોરન્‍ટમાં મળતુ બર્ગર આગ જેટલું તીખુ: સેફટી માટે ગ્‍લવ્‍ઝ ચશ્‍મા પહેરવા પડે

ઓસ્‍ટ્રેલીયાની બર્ગર અર્ઝ રેસ્‍ટોરન્‍ટમાં મળતુ બર્ગર આગ જેટલું તીખુ મળે છે અને સેફટી માટે ખાનારે ગ્‍લવ્‍ઝ  ચશ્‍મા પણ પહેરવા પડે છે.

સેફ્ટી ગ્લવ્ઝ પહેરવાની સાથે જ આ બર્ગર ખાતાં પહેલા એક સેફ્ટી ફોર્મ સાઈન કરવું પડે છે. જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવે છે કે જો આ બર્ગર ખાધાં પછી તમને કશું થઈ ગયું તો તેના માટે તમારી જ જવાબદારી રહેશે. ઓસ્ટ્રેલિયાનાબર્ગર અર્ઝરેસ્ટોરન્ટમાં મળતા આ બર્ગરને ઘોસ્ટ પેપર સૉસ, ટ્રીનીડાડ સ્કોર્પિયન, ભૂત જોલોકિયા, પિકલ્ડ જલાપિનો, હબેનેરોની મદદથી તૈયાર કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બર્ગર આટલું તીખું અને ગરમ હોવા છતાં પણ લોકો તેનો સ્વાદ ચાખવા માટે પડાપડી કરે છે.

આ રેસ્ટોરન્ટ આખા દિવસમાં પચાસ કરતાં વધુ બર્ગર વેચે છે. જેને ખાધા પછી લોકોના આંસુ નીકળી પડે છે. આ બર્ગર ભયંકર તીખુ હોવા છતા પણ લોકો તેનો સ્‍વાદ ચાવા માટે પડાપડી કરે છે. અેક ખાધા પછી આંખોમાંથી આશ્રું બંધ થવાનું નામ લેતા નથી.

(1:12 am IST)