Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

AC વિના રહેવાથી યાદશકિત નબળી પડી શકે છે

લંડન, તા.૧૪: AC વિના રહેવાથી યાદશકિત નબળી પડી શકે છે અને કામ પર વ્યવસ્થિત ધ્યાન આપી નથી શકાતું અને સહનશીલતા પણ ઘટવા માંડે છે એમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસ સાથે જોડાયેલા સંશોધકોએ એના પરિણામ સંદર્ભે જણાવ્યું હતું કે શરીર પર ગરમીની અસરનો અત્યાર સુધીનો અભ્યાસ એ જ લોકો પર કરવામાં આવ્યો હતો જે સૌથી વધુ સંવેદનશીલ કે પછી નબળા હતા. આ અભ્યાસ બાદ અત્યાર સુધી લોકોમાં એવી માન્યતા હતી  કે સામાન્ય પરિસ્થિતિઓમાં રહેનારા લોકોમાં ગરમીથી વિશેષ ફરક નથી પડતો.

આ માન્યતાને ચકાસવા માટે બોસ્ટનમાં સાધારણપણે કુદરતી વાતાવરણમાં રહેતા લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં ૪૪ સ્ટુડન્ટસને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંના મોટા ભાગના ૨૦ વર્ષના કે એથી ઓછી વયના લોકો હતા. આ ૪૪ સ્ટુડન્ટસમાંથી અમુક AC વગરના રૂમમાં રહેતા હતા તથા કેટલાક સેન્ટ્રલી AC બિલ્ડીંગમાં રહેતા હતા. સંશોધકોએ એવાં ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો જે તાપમાનની સાથે જ રૂમમાં  કાર્બનડાયોકસાઇડ, ભેજ અને ધ્વનિનું સ્તર ચેક કરી શકતાં હતાં. સંશોધકોએ લગભગ ૧૨ દિવસ સુધી આ સ્ટુડન્ટસની આદતો અને તેમના પ્રદર્શનનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ અંતિમ દિવસે આ સ્ટુડન્ટસ પર બે પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરિણામ પરથી જણાયું કે જે સ્ટુડન્ટસ આટલા દિવસો AC માં રહેનારા સ્ટુડન્ટસની તુલનાએ ઘણું ખરાબ પ્રદર્શન કર્યુ હતું. આખા અભ્યાસના ડેટા પરથી સ્પષ્ટ થયું કે (માં રહેનારા સ્ટુડન્ટસ તેજ હતા તેમ જ તેમના દ્વારા આપવામાં આવેલા જવાબ એકદમ સાચા હતા.

(3:51 pm IST)