Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

એક વાર ચાર્જ કર્યા બાદ ૪૦૦ કિલોમીટર દોડી શકે એવી ઇલેકિટ્રક બાઇક તૈયાર

લંડન તા.૧૪: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઇ રહયા છે ત્યારે લોકો હવે ઇલેકિટ્રક વેહિકલ્સ બનાવવા માટે જોર દઇ રહયા છે. સ્વિટ્ઝરલેન્ડમાં ઝયુરિક યુનિવર્સિટીના ૧૩ મેકેનિકલ એન્જિનિયરીંગના સ્ટુડન્ટ્સ અને એક ઇલેકિટ્રકલ એન્જિનિયરીંગના સ્ટુડન્ટે મળીને એક એવી ઇલેકિટ્રક બાઇક તૈયાર કરી છે જેને એક વાર ચાર્જ કર્યા બાદ ૪૦૦ કિલોમીટર સુધી દોડાવી શકાય છે. આ બાઇકની ડિઝાઇન મનુષ્યના શરીર જેવી છે અને એ ખૂબ જ હલકી છે, એની સ્ટેબિલીટી પણ ગજબની છે. બાઇકમાં લિથિયમ ઇયોન બેટરી છે. અને લાંબા સમય સુધી પ્રવાસ કરવા છતાં બાઇક સુરક્ષિત અને દમદાર રહે એ માટે એકિટવ અને પેસિવ એમ બે પ્રકારની કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. બાઇકમાં કી-લેસ ઇગ્નિશન અને બટન-સ્ટાર્ટનો વિકલ્પ છે. વળી સાત ઇંચની ટચસ્ક્રીન છે જે ઇન્ટિગ્રેટેડ નેવિગેશન સિસ્ટમની સાથે આવે છે.

(2:45 pm IST)