Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફેસબુકમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૩૬ ટકા

નવીદિલ્હી તા.૧૪: ફેસબુકે એના પાંચમા વાર્ષિક અહેવાલમાં  જણાવ્યું છે કે એમાં કામ કરતી મહિલા કર્મચારીઓની સંખ્યા ૩૬ ટકા જેટલી છે. આ આંકડો ૨૦૧૪ના ૩૧ ટકા સામે પાંચ ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલા કર્મચારીઓની નિમણૂંક પાંચગણી વધી છે. ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા ૧૫ ટકાથી વધીને બાવીસ ટકા થઇ છે. બિઝનેસ અને સેલ્સમાં મહિલાઓની સંખ્યા ૪૭ ટકાથી વધીને ૫૭ ટકા જયારે સિનિયર લીડરશીપમાં મહિલાઓની સંખ્યા ૨૩ ટકાથી વધીને ૩૦ ટકા થઇ છે.

(2:44 pm IST)