Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

આ ઘરેલુ નુસ્ખાથી દૂર કરો એસિડીટી

મોટા ભાગના લોકો દિવસની શરૂઆત 'ચા'થી કરે છે. કેટલાક લોકોને બેડ ટીની આદત હોય છે, તો કેટલાક લોકોને પેટ સાફ કરવા માટે ચાની જરૂર પડે છે. પરંતુ, શું તમે જાણો છો કે ચામાં રહેલ ટેનિન્સ પેટમાં એસિડ બનાવવાનું કામ કરે છે. આજના સમયમાં બહારની ખાણીપીણી અને જલ્દી-જલ્દી ખાવાના કારણે મોટા ભાગના લોકોને એસિડીટી અને ગેસની સમસ્યા થવી એ એક સામાન્ય વાત બની ગઈ છે. તો આ સમસ્યાથી બચવા અપનાવો ઘરેલુ નુસ્ખા.

તુલસીના પાન : ૫-૬ તુલસીના પાન અથવા તુલસીની ચાનું સેવન કરવાથી તરત જ એસીડીટીમાં રાહત મહેસૂસ થશે.

લવિંગ : એસિડીટી અથવા ગેસ્ટ્રિકની સ્થિતીમાં બે લવિંગ ચાવો.

જીરૂ : એક ચમચી જીરૂને તવા ઉપર શેકી લો. ત્યારબાદ તેને થોડુ પીસી લો અને એક ગ્લાસ પાણીમાં મિકસ કરો. જીરાનો આ પાવડર જમ્યા બાદ જરૂર લેવો.

ગોળ : એસીડીટી કે છાતીમાં બળતરા થાય તો ગોળના એક ટુકડાને મોંમાં રાખી ચૂસો. પરંતુ, ડાયાબીટીસના દર્દીએ આ ઉપાય ન અપનાવવો.

છાશ : છાશ પેટને ઠંડક પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તેમાં ૧/૪ ચમચી મરી મિકસ કરી તેનું સેવન કરો. તેનાથી એસીડીટીમાં તરત જ રાહત મળશે.

આદુ : ભોજનના અડધા કલાક પહેલા આદુનો નાનો ટુકડો ખાવો. તેનાથી એસીડીટી અને અપચા જેવી સમસ્યાથી આરામ મળશે.

(9:24 am IST)