Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ચોમાસામાં હાથ-પગમાં દર્દ અને ઉલ્ટીથી વધી શકે છે તકલીફ

૨-૩ કલાક વરસાદમાં પલળવાથી તાવ-શરદી થવાનું જોખમ રહે છે : ૭-૮ દિવસમાં ટાયફોઈડ બેકટેરીયા તાવ સાથે અસર દેખાડે છેઃ ૬૦ ટકા લોકો વરસાદમાં પલળવાના કારણે બીમાર થાય છે : મોસમી બીમારીઓથી બચવા યોગ્ય સાવધાની અને ખાણી-પીણીમાં ધ્યાન રાખો

ચોમાસામાં ડેંગ્યુનું એડીજ મચ્છર પાણીમાં ઉછરે છે. તે દિવસે કરડે છે. એડીજ મચ્છરના લાર્વામાં વાયરસ હોય છે. તેના કરડવાથી તાવ, હાથ-પગમાં દર્દ, ગભરામણ, ત્વચા ઉપર લાલ ધબ્બા, લોહિની ઉલ્ટી થાય છે. આવી જ રીતે મલેરીયામાં એનાફિલીઝ મચ્છરમાં પેરાસાઈટ હોય છે, જેના કરડવાથી તેજ તાવ સાથે ધ્રુજારી, હાથ-પગ અને સાંધાનો દુઃખાવો અને ઉલ્ટી થાય છે.

વરસાદમાં ઇમ્યુનીટી ઓછી

ચોમાસામાં શરીરમાં પ્રતિરોધક ક્ષમતા ઓછી હોવાની સાથે અગ્નિબળ પણ ઓછુ થઈ જાય છે. યોગ-વ્યાયામ ક્ષમતાથી વધારે ન કરવું. સુપાચ્ય ખોરાક જેમકે જૂના ચોખા, જવની રોટલી, ખીચડી, પાતળી દાળ ફાયદાકારક છે.

ચોમાસામાં ફૂડ પોઈઝનીંગથી લઈ મચ્છરજન્ય રોગો થવાનો ભય રહે છે. વાસી ખોરાકથી ઉલ્ટી સાથે ડાયરીયા થઈ શકે છે.

ચોમાસામાં ઝાળા, ઉલ્ટી, પીઠ દર્દ, નબળાઈની સમસ્યા થાય છે. ઝાળા-ઉલ્ટી થવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. વધારે પાણી ઘટી જાય તો યુરિન બંધ થઈ શકે છે. રકતના પ્રવાહ પર અસર થતા વ્યકિત શોકમાં પણ જઈ શકે છે.

ગાયનું ઘી ખાવુ

સોંઠનો પાવડર પાણીમાં ઉકાળીને ગાળી લો. ઠંડુ કરીને પીવાથી પાચનતંત્ર બરાબર રહે છે. ખાવામાં તલકના તેલનો ઉપયોગ કરવો.ઙ્ગ તેનાથી શરીરને જરૂરી પોષક તત્વ મળે છે. ઘી ખાવાથી ત્વચા સૂકી થતી નથી. દેશી ગાયનું ઘી સુપાચ્ય અને પોષક તત્વોથી ભરપુર હોય છે,  તેથી નિયમીત ખાવું.

(9:24 am IST)