Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

દક્ષિણ ચીનના ચાંગજોઉં શહેરમાં રહેતી આ મહિલાએ તોડ્યો અનોખો રેકોર્ડ

નવી દિલ્હી: આ દુનિયામાં અજીબોગરીબ લોકો વશે છે અને એવાજ અજીબોગરીબ વિક્રમ પણ સર્જાતા હોય છે. કેટલાક લોકો ક્ષમતા કેળવીને વિશ્વવિક્રમ બનાવે છે. તો કેલ્તાક લોકોમાં આવી પ્રતિભા પહેલાથી જ હોય છે. એટલે કે કુદરતની જ ભેટ હોય છે. પરંતુ આજની જે અનોખી વાત છે તેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. આપણી આંખની પાંપણના વાળ અડધા ઈંચની લંબાઈ પણ માંડ ધરાવતા હોય છે. કોઈની પાંપણના વાળ એક ઇંચ જેટલા લાંબા હોય તો પણ તે બહુ લાંબા ગણાય છે. પરંતુ એક મહિલાએ પાંપણના 4.81 ઈંચ લંબાઈ વાળા વાળ સાથે વર્ષ 2016માં વિક્રમ સર્જ્યો હતો. પરંતુ હવે તેણે પોતાના વિક્રમ તોડ્યો છે. કારણ કે તેના આ પાંપણના વાળ ની લંબાઈ હવે તેનાથી પણ બમણી થઈ ગઈ છે.

દક્ષિણ ચીનના ચાંગજોઉ શહેરમાં રહેતી યુવતી યુ જીઆનજિયા નામની મહિલાની પાંપણના વાળ 2016માં 4.50 ઇંચ જેટલી લંબાઇ ના હોવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવ્યો હતો. પરંતુ આજે લગભગ પાંચ વર્ષ પછી આ મહિલાની પાંપણના વાળ આઠ ઈંચ જેટલા લાંબા થઈ ગયા છે. અને તેણે પોતાનો જ ગયા વર્ષનો વિક્રમ તોડ્યો છે. જીઆનજીયા ના પાંપણ ના વાળ તેના ગાલ પરથી થઈને છેક જડબાના ભાગ સુધી પહોંચે છે.

(6:39 pm IST)