Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમેરિકન રેસ્ટોરામાં જમતી વખતે સ્માર્ટફોન લોકરમાં મૂકી દેશો તો પીત્ઝા ફ્રી મળશે

ન્યુયોર્ક તા. ૧૪ :.. આજકાલ લોકો બહાર જમવા જાય ત્યારે પણ ટેબલ પર બેઠા-બેઠા પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે. અમેરિકાના કેલિફોર્નિયાની એક રેસ્ટોરાએ લોકોને લંચ કે ડિનર ટેબલ પર બેઠા-બેઠા વાતચીતો કરવા પ્રેરવા માટે અનોખી સ્કીમ બહાર પાડી છે. કંપનીનું કહેવું છે કે જો તમે રેસ્ટોરામાં આવો અને તમારો સ્માર્ટફોન લોકરમાં મૂકીને ફુડ એન્જોય કરવાના હો તો તમને પીત્ઝા ફ્રી મળશે. આ માટે એકલી આવેલી વ્યકિત એલિજિબલ નથી.

ઓછામાં ઓછા ચાર જણને ગ્રુપમાં આવેલા લોકોએ રેસ્ટોરાના એન્ટ્રન્સ પર જ પોતાના સ્માર્ટફોન જમા કરાવીને લોકરમાં મૂકી દેવા પડશે. ગ્રુપના તમામ લોકો પાસે સ્માર્ટફોન હોવો મસ્ટ છે. લોકો નકલી સ્માર્ટફોન ન લાવીને મુકી દે એ માટે દરેક નંબરની તપાસ પણ થશે. આટલા ગળણે ગળાયા પછી જો તમે લંચ કે ડિનરના એક કલાકના સમયમાં સ્માર્ટફોન વિના મિત્રો અને પરિજનો સાથે મસ્ત વાતો માણશો તો પીત્ઝા ફ્રીમાં મળશે.

(10:24 am IST)