Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ચીનમાં ૧૧૮૦ ફુટ ઉંચો કાચનો પુલ શનિવારે પબ્લિક માટે ખુલ્લો મુકાશે

ચીનમાં ટુરિસ્ટોને આકર્ષવા માટે ટ્રાન્સપરન્ટ ગ્લાસના સ્કાયવોકનું ચલણ ખૂબ જ વધ્યું છે. અમેરિકાના એરિઝોનામાં આવેલા ગ્રેન્ડ કેન્યન સ્કાયવોક જેવો જ દેખાતો હોર્સ-શૂ શેપનો કાચનો પુલ ચીનના શિન્મી ટાઉનમાં ફુકસી માઉન્ટન વેલી પર બની ગયો છે જે શનિવારથી પબ્લિક માટે ખુલ્લો મુકાવાનો છે. લગભગ ૩૦૦૦ ટન સ્ટીલ અને ૧પ૦ ટ્રિપલ-ટેમ્પર્ડ લેમિનેટેડ ગ્લાસથી બનેલો આ ગ્લાસનો પુલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે એવું મનાય છે. પર્વતની ટોચ પરથી આ કાચનો પુલ ૩૦ મીટર સુધી બહાર આવે છે. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં આ પુલ બનાવવાની શરૂઆત થઇ હતી અને માત્ર આઠ મહિનામાં ૩૦ મિલ્યન યુઆન એટલે કે લગભગ ૩૧.૬પ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો. એક વાર આ ગ્લાસવોક પર ટહેલવાની થ્રિલ મેળવી હોય તો ૪૦ યુઆન એટલે કે લગભગ ૪ર૦ રૂપિયાની ટિકીટ લેવી પડશે.

(3:58 pm IST)