Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પચાસ માણસો ભરેલી બાવીસ ટનની ટ્રામ આ મહિલાએ એકલીએ ખેંચી

એક મહિલા કેટલું વજન ખેંચી શકે ? તમારી કલ્પના પણ જયાં અટકી જાય ત્યાંથી કઝાખસ્તાનની દર્યા નેસ્તરોવા નામની બોડી-બિલ્ડરની ક્ષમતા શરૂ થાય છે. તાજેતરમાં કઝાખસ્તાના એલ્મટી શહેરમાં ચાલી રહેલા એક ફેસ્ટિવલમાં દર્યાએ હાજર સૌ મોંમાં આંગળાં નાખી જાય એવું કારનામું કર્યું હતું. તેણે પ૦ માણસો બેઠા હોય એવી બાવીસ ટન વજનની ટ્રામ ખભેથી ખેંચી બતાવી હતી. આ માટે તેણે પહેલાં કોઇ ખાસ તૈયારી નહોતી કરી, કેમ કે આ ચેલેન્જ તેને બીજી એક બોડી-બિલ્ડરે એજ વખતે આપી હતી. આટલી ભારેખમ ટ્રામ ખેંચવા માટે તેણે આગળ બાંધેલી એક રસ્સીની મદદ લીધી હતી. આ એક ભારેખમ રેકોર્ડ હોવાનો દાવો થઇ રહ્યો છે, પરંતુ એ હજી વેરિફાય થયો નથી.

(3:58 pm IST)