Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ભૂલથી એકસેલરેટર દબાઇ જતાં કાર ચોથા માળના પાર્કિંગ પર લટકી પડી, એ છતાં કાર અને ડ્રાઇવર બન્ને હેમખેમ છે

ન્યુયોર્ક તા. ૧૪: અમેરિકાના કેલિફોર્નિયા રાજયની સેન્ટા મોનિકા સિટીમાં સોમવારે એક ઘટના ઘટી જેની તસવીર શહેરના ફાયર ડીપાર્ટમેન્ટે શેર કરી છે તસવીરમાં એક કાર બિલ્ડિંગના ચોથા માળ પર તારની ફેન્સીંગના સહારે લટકી રહેલી દેખાય છે. નીચેથી જુઓ તો કોઇપણ ઘડીએ એ નીચે પડી શકે એમ છે એવું લાગે. વાત એમ હતી કે પાર્કિંગ કરવા જતી વખતે બ્રેકને બદલે ડ્રાઇવરથી એકસેલરેટર દબાઇ જતાં આવો હાદસો થયો હતો. કહેવાની જરૂર નથી કે આ ડ્રાઇવર મહિલા હતી. આ મહિલા બહુ જ નસીબદાર હતી. કેમ કે જયારે આ ઘટના ઘટી ત્યારે એક ફ્રેન્ચ પ્રવાસી ત્યાં હતો જેણે તેને હાથ આપીને લટકતી કારમાંથી બહાર ખેંચી લીધી હતી. ફાયર ફાઇટર્સની ટીમે કેનની મદદથી આ કારને પણ નીચે પડીને ક્રશ થતી બચાવી લીધી હતી.

(3:57 pm IST)