Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પાંચમાંથી એક યુવાન 'ઓનલાઇન' ન જોવુ જોઇતું સેકસ મટીરીયલ જુએ છે

સંતાનો ઈન્ટરનેટ પર શું પ્રવૃતિ કરી રહ્યા છે ? તે વિશે મોટા ભાગના વાલીઓ પોતાની જવાબદારી નિભાવતા નથી

કેનેડા, તા. ૧૩ :. અત્યાર સુધીમાં કદી ઈન્ટરનેટનો ઉપયોગ ન થયો હોય તેટલો ઉપયોગ વર્તમાનમાં યંગસ્ટર્સ કરી રહ્યા છે. સંશોધકો સતત વધતી ઈન્ટરનેટ સરફર્સની સંખ્યા સામેનું જોખમ શું છે ? તે નક્કી કરી રહ્યા છે. એડોલસેન્ટ હેલ્થ જરનલના રીપોર્ટ મુજબ પાંચમાંથી એક યુવાન ન જોવુ જોઈતુ સેકસ મટીરીયલ્સ ઓનલાઈન જોઈ રહ્યા છે અને નવમાંથી એક આવુ જ સાહિત્ય મેળવવા તેમના મિત્રો અને હમઉંમ્રને રીકવેસ્ટ મોકલી રહ્યા છે. બાળકો અને તરૂણોના સાયકોલોજીસ્ટ શેરી મેડીગન કહે છે કે, ઘણા યુવાન ગ્રાહકો તેમના ઓનલાઈન જોખમી વર્તન અંગે તેની પાસે વર્ણન કરે છે. કેટલાક ટીનેજરો ઓનલાઈન મળ્યા બાદ ઓફલાઈન મીટીંગો અજાણ્યાઓ સાથે ગોઠવે છે. તેમણે ઉમેર્યુ કે, અન્ય ટીનેજરો નગ્ન ફોટાઓ અને ઈમેજ ફોરવર્ડ કરી અને પોતે જ બ્લેકમેઈનીંગનો ભોગ બને છે. આવા સંજોગોમાં યુવક-યુવતી જો પોતાના જ નગ્ન ફોટો અપલોડ કરે તો તે વાયરલ થવાનું ઘણુ જોખમ રહેલુ છે. કેનેડા રીસર્ચ ચેર મેડીગન ઓફ સાયકોલોજીએ યુનિવર્સિટી ઓફ કેલેગરી અને આલ્બર્ટા ચિલ્ડ્રન્સ હોસ્પીટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા સંયુકત સંશોધન હાથ ધરવામાં આવ્યુ હતું. મેડીગન અને તેણીના અન્ય સાથી લેખકોએ ડેટા એકત્ર કર્યા હતા જેમાં ૧૮ વર્ષથી નીચેના યુવક-યુવતીઓના ઓનલાઈન ડેટા ચેક કરવામાં આવ્યા હતા. ૩૧ અભ્યાસોમાં ઓનલાઈન ન જોવુ જોઈતુ સેકસ જોવામા આવતુ હોવાનું સપાટી પર આવ્યુ હતું. જ્યારે માત્ર ૯ અભ્યાસમાં ઈન્ટરનેટ ઉપર વારંવાર આવા સાહિત્યની માંગણી કરતા હોવાનું બહાર આવ્યુ છે. સંશોધનમાં બહાર આવ્યુ કે ૨૦ ટકા યુવાન લોકો સેકસયુલ ઈમેજ એકસપોઝડ ઓનલાઈન કરે છે જ્યારે ૧૧ ટકાને ન ગમતી સેકસયુલ એકટીવીટી અને વાતચીત માટે આમંત્રણ મળે છે.

મેડીગનનુ કહેવુ છે કે, ઈન્ટરનેટ માહિતીનો ખજાનો હોવાની સાથે બાળકો માટે મનોરંજનનું સાધન પણ છે ત્યારે ઉપરોકત બાબત જોખમી બની ગઈ છે. ૪૦ ટકા વાલીઓ જ પોતાના તરૂણ અને યુવાવસ્થાના સંતાનોને ઈન્ટરનેટના સારા - ખરાબ પરિણામો વિશે સમજાવતા હોવાનું બહાર આવ્યુ છે. સંતાનો ઈન્ટરનેટ પર શું પ્રવૃતિ કરી રહ્યા છે ? તે વિશે મોટા ભાગના વાલીઓ પોતાની દેખરેખની જવાબદારી નિભાવતા નથી.

આ અભ્યાસમા કેટલાક સારા તથ્યો પણ બહાર આવ્યા છે. આ તથ્યો મુજબ ન જોવુ જોઈતુ સેકસ અને સાહિત્ય યુવાનો પણ સામાન્ય છે પરંતુ ૨૦૦૫થી ૨૦૧૫ દરમ્યાન દર વર્ષે ૧ ટકાના દરે યુવાનો આવુ સાહિત્ય જોવાથી દૂર થઈ રહ્યા છે.

(2:41 pm IST)