Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ઇઝરાયલે પાડોશી દેશ સીરિયામાં એર સ્ટ્રાઇકથી મિસાઈલ હુમલો કરતા ઓછામાં ઓછા પાંચ સૈનિકોના મૃત્યુની માહિતી

નવી દિલ્હી: એક તરફ હજુ યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધનો અંત આવ્યો નથી ત્યાં જ ઇઝરાયેલે ગઇકાલે પાડોશી સીરિયા પર એર સ્ટ્રાઇકથી મિસાઇલ હુમલા કરીને સીરિયાના અનેક મહત્વના સૈન્ય મથકોને ઉડાવી દીધા છે અને તેમાં ઓછામાં ઓછા પાંચ સીરિયન સૈનિકો માર્યા ગયા છે. સીરિયાની સમાચાર એજન્સી 'સના'એ આ ખબરને પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલે ગઇકાલે સીરિયયન સૈન્યના હથિયાર ડેપો ઉડાવી દીધા છે. ઇઝરાયેલના સૈન્યના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે તેમના દ્વારા આઠ મિસાઇલ દાગવામાં આવ્યા છે. ઇઝરાયેલ અને સીરિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દુસ્મનાવટમાં આ એક મહત્વની ઘટના મનાય છે. સીરીયામાં ઇરાન સમર્થક ત્રાસવાદી સંગઠનો અવારનવાર પેલેસ્ટાઇન સહિતના વિસ્તારોમાંથી ઇઝરાયેલ પર હુમલા કરી રહ્યા છે અને ઇરાન તેને નાણા અને હથિયારની મદદ કરે છે. અને તેથી જ ઇઝરાયેલ આ પ્રકારના હુમલા કરીને ત્રાસવાદી સંગઠનો સતત કાબુમાં રાખવા પ્રયત્ન કરે છે.

 

(6:15 pm IST)