Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર

નવી દિલ્હી: ભારતમાં હાઇ સ્પીડ વાઇફાઇ રાઉટર લોન્ચ કરવામાં આવ્યું છે. જણાવીએ કે હવાઈ એ ભારતમાં નવું વાઈફાઈ રાઉટર, Huawei AX3 WiFi 6+ રાઉટર લોન્ચ કર્યું છે. આ વાઈફાઈ રાઉટરને ચીનમાં 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જબરદસ્ત ઇન્ટરનેટ સ્પીડવાળા આ રાઉટરની કિંમત પણ વધારે નથી. Huawei AX3 WiFi 6+ રાઉટરમાં હવાઈના ગીગાહોમ ડ્યુઅલ-કોર 1.2GHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ડાયનેમિક બેન્ડવિડ્થ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી ચિપસેટ સિનર્જી પર આધારિત છે. આ ટેક્નોલોજી એ વાતનું ધ્યાન રાખે છે કે ઘરની દિવાલો અને જમીનને કારણે ઈન્ટરનેટ કનેક્શન અને સિગ્નલ ગીચ ન થાય. કંપનીનો દાવો છે કે આ રાઉટર 3000Mbps સુધીની સ્પીડ આપે છે. WiFi-6+ કનેક્ટિવિટી અને 160MHz ની ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ ના સપોર્ટવાળું આ રાઉટર મલ્ટી-રાઉટર મેશ નેટવર્કિંગ સાથે આવે છે. જેની મદદથી કેટલાય બધા રાઉટર એક સાથે કામ કરે છે અને સારું વાઈફાઈ કવરેજ ઓફર કરે છે. આ ડિવાઈસ OFDMA મલ્ટી-ડિવાઈસ ટેકનોલોજીથી સજ્જ છે જે 2.4GHz પર કુલ ચાર ડિવાઈસ કનેક્ટ કરી શકે છે. અને 5GHz બેન્ડ પર 16 ડિવાઈસને કનેક્ટ કરી શકે છે. આમાં તમને એક WAN અને થ્રી લેન ઈથરનેટ પોર્ટ મળશે અને તેની જોડીને Huawei AI Life એપની મદદથી નિયંત્રિત કરી શકાય છે.

 

(6:14 pm IST)