Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વજન ઘટાડવા માટેની અગત્યની ટીપ્સ

જેમણે ખરેખર અનુભવ કર્યો છે તેમના દ્વારા અપાઇ છે આ ટીપ

મોટાભાગના લોકો વજન ઘટાડવા ઇચ્છતા હોય છે પણ તે એટલું સહેલું નથી. ખરેખરતો જેમણે વજન ઘટાડયું હોય તેવા લોકોને જ પુછવું જોઇએ.

વેઇટ લોચ સાયન્સની કવર સ્ટોરીમાં ટાઇમ હેલ્થે આમ જ કર્યું હતું. જે લોકોએ ઘણીવારની નિષ્ફળતા પછી સફળતા પૂર્વક વજન ઘટાડયું હતું તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે યોગ્ય વજને પહોંચવા માટે એક રણનીતિ બનાવવામાં આવે તો તે દરેક માટે શકય છે.

ધીમે ચાલો અને ચાલતા રહો

લેક્ષી રીડ નામની ૨૬ વર્ષની મહીલા જેણે ૧૬ મહીનામાં ૧૨૬ કિલો વજન ઉતાર્યુ તે કહે છે હું નાનાપણથી જ જાડી હતી. મે ઘણા પ્રકારના ખોરાકો બદલ્યા હતા જેનાથી મે થોડાક કિલો ઘટાડયા પણ પાછા હતા ત્યાં ને ત્યા હું જયારે ૨૫ વર્ષની થઇ ત્યારે મારૂ વજન ૨૧૯ કિલો હતું અને મને લાગતું હતું કે હું જીવન સાથે સંઘર્ષ કરી રહી છું ૨૦૧૬ની શરૂઆતમાં મેં કેલોરી ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યુ મેં ચાલવાનું શરૂ કર્યુ અને મને ગમતા આરોગ્ય પ્રદ ખોરાક ખાવાનું શરૂ કર્યું. મારી સલાહએ છે કે દરેક દિવસ પર ધ્યાન આપો, બહુ દુર જવાનુ છે એ ભૂલી જાવ, વજન ઘટાડવું એ મોટો પ્રવાસ છે, નાની દોડ નથી.

નોંધ રાખો

૩૩ વર્ષની બે વર્ષમાં ૭૭ કિલો વજન ઘટાડનાર એરીકા નિકોલ કેન્ડલ કહે છે.'' તમે દરરોજ શુ ખાવ છો એ જ નહીં પણ તે દિવસે તમને કેવું લાગ્યુ, જમ્યા પછીનો દિવસ દરમ્યાનનો અનુભવ વગેરે દરેક વસ્તુ નોંધો. ત્યાર પછી તમારી નોંધ બરાબર વાંચો તેમાંથી તમને શું ન ખાવું તે જાણવા મળશે જ હું એક ફુડ એડીકટ હતી તેમાંથી હવે ધીમે ધીમે છુટી છું. આ નોંધના અભ્યાસથી જ મને જાણવા મળ્યું હતું કે કઇ વસ્તુઓ ખાવાથી મારી ભૂખ વધે છે તેને મારા ખોરાક માંથી દુર કરવાથી આ ફાયદો મેં મેળવ્યો છે.''

અઠવાડીયે એક દિવસનો બ્રેક

૨૬ વર્ષની નવ મહીનામાં ૩૦ કિલો વજન ઓછુ કરનાર નિવેદીતા રંગાનું કહેવું છે કે વજન ઘટાડવા માટે તમારે રોજ સલાડ જ ખાવો જરૂરી નથી. તમને ભાવતી વસ્તુમાં ઇનગ્રેડીયન્ટ બદલાવીને ખાવાના રસ્તા છે જેમકે તમને પેન કેક ભાવતી હોય તો બદામના લોટમાંથી બનાવેલી પેન કેક ખાઇ શકાય તમે જંક ફુડ ખાઇને પણ વજન ઘટાડી શકો છો પણ તેના માટે તમે ભુખ્યા હોવા જોઇએ. તમે અઠવાડીયામાં એક દિવસ આવા ખોરાક માટે રાખી શકો અને બાકીના દિવસો તમારા ડાયેટ પ્લાનને અનુસરો.

                                       (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:37 pm IST)
  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST