Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

હવે સ્પેસ પર બિયર પણ લઇ જઈ શકાય તેવી તૈયારી શરૂ

નવી દિલ્હી: હજુ સુધી એવું કહેવામાં નથી આવ્યું કે નશો કર્યા બાદ વ્યક્તિ આકાશમાં ઉડવા લાગે છે અને જન્નતની સેર કરવા લાગે  છે પરંતુ હવે શરાબ માનવીને સિતારાઓની સફર કરાવશે ટૂંક સમયમાં બિયરને અંતરિક્ષમાં લઇ જવામાં આવશે અને તેની તૈયારી ચાલી રહી છે જો આ શક્ય બની જશે તો અંતરિક્ષમાં જનાર એસ્ટ્રોનોટ્સ પણ ત્યાં બિયરની મજા લઇ શકશે.એક વિશેષ પ્રકારની બોટલ ડિજાઇન કરવામાં આવી છે જેને ઓસ્ટ્રેલિયાની બે કંપનીએ બનાવી છે આ બોટલમાં પેસિવ ફીડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને બોટમની મદદથી ઉપર સુધી પહોંચાડવામાં આવશે.

(6:20 pm IST)