Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ડિસ્કાઉન્ટ પર ચાર્જર લાવવું ઇંગ્લેંડમાં મહિલાને ભારે પડ્યું

નવી દિલ્હી: ઇંગ્લેન્ડની ડોરસેટ કાંઉન્ટીમાં ફોન ચાર્જરને લઈને થયેલ એક ઘટનામાં ઘર બળીને ખાખ થઇ ગયું છે જે સમયે આગ ભભૂકી ત્યારે મહિલા પોતાના ત્રણ બાળકોને લઈને ઘરમાં ઉપસ્થિત હતી પરંતુ તાત્કાલિક સમયે ફાયરબ્રિગેડને બોલાવી લેવામાં આવતા કોઈ પણના જીવને નુકશાની પહોંચી નથી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ડિસ્કાઉન્ટ વાળું ચાર્જર લેવાની લાલચમાં આ ઘટના બની છે બાળકે લઇ આવેલ ડિસ્કાઉન્ટ વાળું ચાર્જર અને ફોન બેડ પર રાખવાના કારણે અચાનક મહિલાને બેડરૂમમાંથી ધુંવાડાની સુગંધ આવતા તે ભાગીને રૂમમાં આવી અને જોયું તો આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પરંતુ ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

(6:19 pm IST)