Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

તમારી આ આદતો તમને બનાવી શકે છે બદસૂરત

સુંદર દેખાવુ બધાને સારૂ લાગે છે અને લોકો તેના માટે ઘણા પૈસા ખર્ચ કરવા પણ તૈયાર થઈ જાય છે. પરંતુ, રોજબરોજના જીવનમાં હંમેશા એવી ભૂલ કરે છે જે તમારી સુંદરતાને નુકશાન પહોંચાડે છે.

જો તમારા ચહેરા ઉપર ખીલ છે, તો તેને ભૂલથી પણ ખંજવાળવુ કે ફોડવુ ન  જોઈએ. ખીલને ફોડવાથી તરલ પદાર્થ બહાર નીકળે છે. તે પાણી ચહેરાના જે ભાગને પણ અડે છે તે જગ્યાએ ખીલ થવાનો ડર રહે છે.ઙ્ગતેનાથી તમારા ચહેરા ઉપર ખીલ વધતા જ રહે છે અને તમારી આ જ આદતના કારણે ખીલના નિશાન પણ સરળતાથી જતા નથી.

કેટલાક લોકોને બેઠા બેઠા નખ ચાવવાની ટેવ હોય છે. પરંતુ, તેનાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન થાય છે. નખમાં કિટાણુ હોય છે અને આ ગંદગી આપણા શરીરમાં જાય છે. આ ઉપરાંત મોઢાથી નખ કાપવાથી તમારા નખ ઉંચા-નીચા દેખાય છે જેના કારણે તમારો હાથ પણ અજીબ દેખાય છે.

કેટલીક મહિલાઓ થાક અને આળસના કારણે રાત્રે મેકઅપ કાઢતી નથી. પરંતુ, રાત્રે મેકઅપ સાથે સૂવાથી ચહેરાની ત્વચા ખરાબ થઈ જાય છે. મેકઅપ દૂર ન કરવાથી તે પોર્સની અંદર જાય છે. તેના કારણે ખીલ થવાનું શરૂ થઈ જાય છે. તેની સાથે જ ચહેરાની સ્કિન પણ ડલ થઈ જાય છે.

(9:32 am IST)