Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ચોખાના પાણીથી મેળવો ગ્લોઈંગ ત્વચા

સામાન્ય રીતે ઘરમાં ચોખા દરરોજ બનાવવામાં આવે છે. પરંતુ, જ્યારે તમે તેને બનાવો છો. તો જે પાણીમાં ચોખા પલાળ્યા હોય તે પાણી ફેંકી દો છો. પરંતુ, શું તમે જાણો છો કે આ બેકાર ગણાતા ચોખાના પાણીની મદદથી તમે તમારી સુંદરતા નિખારી શકો છો.

ઉનાળામાં ચહેરો ખૂબ જ ડલ દેખાય છે. એવામાં ત્વચાની ફ્રેશનેસને જાળવી રાખવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરવો એ એક સારો વિચાર છે. તેના માટે તમે ચોખા રાંધ્યા પહેલાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છે.

તમને ખ્યાલ નહીં હોય પરંતુ, ચોખાના પાણીને ટોનર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી ત્વચા સ્મૂધ અને ગ્લોઈંગ બની જાય છે. દરરોજ આ ટોનરથી ચહેરો સાફ કરો.

જો તમારી ત્વચા ઈકનેયુકત છે. તો તમે તમારી ત્વચાને કલીન એન્ડ કલીઅર બનાવવા માટે ચોખાના પાણીની મદદ લો. તેનાથી સરળ રીતે રાહત મેળવવા માટે રૂની મદદથી આ પાણી ખીલ પર લગાવો.

(9:32 am IST)