Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

લગ્ન માટેની પણ ઉંમર નિશ્ચતઃ યોગ્ય ઉંમરે જ કરો લગ્ન

ઘરમાં મોટા ભાગે વડિલોને બોલતા સાંભળ્યા હશે કે બધી વસ્તુની એક ઉંમર હોય છે. તેથી જીવનના દરેક સાપેક્ષતાને સમજવી અને સમય સાથે બધા કાર્યો કરી લેવા એ જ ઉત્તમ છે. લોકોનું કહેવુ છે કે સમયની સાથે માણસે ચાલવુ જોઈએ. આવુ કરવાથી જીવન જીવવું થોડુ સરળ બની જાય છે. આપણા બધાના જીવન સાથે સંકળાયેલ એક નિર્ણય લગ્ન હોય છે. જેને આપણા ઘરના વડિલો કહે છે કે આજકાલનો યુવા વર્ગ આ વાતને સમજતો નથી અને લગ્ન કરવામાં મોડુ કરે છે. જેમ આપણા જીવનમાં બધી વસ્તુઓની ઉંમર નિશ્ચિત હોય છે બાળપણ, યુવાની, વૃધ્ધાવસ્થા એવી જ રીતે લગ્નની પણ એમ ઉંમર નિશ્ચિત કરેલ છે.

જે લોકો નાની ઉંમરે લગ્ન કરી લે છે તે પોતાના પાર્ટનરને સમજવામાં ભૂલ કરી બેસે છે. જ્યારે મોટી ઉંમરે લગ્ન કરાથી પણ આજ સમસ્યા થઈ શકે છે. મોટી ઉંમરે લગ્ન કરવાથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ છે.

જો તમે ૩૦ વર્ષ બાદ લગ્ન કરીને પરીવાર બનાવવા અંગે વિભારી રહ્યા છો. તો તેમને પ્રેગ્નેન્સીના સમયે મુશ્કેલી થઈ શકે છે. કારણ કે, જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ પ્રેગ્નેન્સીમાં મુશ્કેલી વધતી જાય છે.

મોટી ઉંમે લગ્ન કરવાથી તમારા પાર્ટનરને સમજવાનો મોકો નથી મળી શકતો. જેના કારણે તેની સાથે એગ્જેસ્ટ થવામાં મુશ્કેલી થાય છે.

લગ્ન બે લોકો વચ્ચે નહીં પરંતુ, બે પરીવારો વચ્ચે થાય છે. મોટી ઉંમરે લગ્ન કરવાથી પરીવાર સાથે રહેવામાં મુશ્કેલી થાય છે. કારણ કે આ ઉંમરમાં કોઈ પણ માણસ પોતાની જાતને બદલવા માંગતો નથી અને પરીવાર સાથે બોલાચાલી થાય છે.

મોટી ઉંમરે લગ્ન કરવાથી તમને તમારી પસંદનો જીવનસાથી મળવો મુશ્કેલ બને છે. કારણ કે જરૂરી નથી કે તમે અત્યાર સુધી કુંવારા છો તો તમારો પાર્ટનર પણ અત્યાર સુધી કુંવારો જ હોય.

(9:31 am IST)