Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અફઘાનિસ્તાનના ફૈજાબાદમાં 4.4ના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ફૈજાબાદ નજીક આજરોજ બપોરના સમયે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 4.4ની આંકવામાં આવી છે.ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થઇ રહ્યા નથી.

      આ પહેલા મંગળવારના રોજ દક્ષિણપૂર્વી એગિયન સાગરના દ્વીપ નીસીરોજ અને તિલોસ વચ્ચે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેમની તીવ્રતા 5.2ની આંકવામાં આવી હતી. એથેસ યુનિવર્સીટીના જીયોડાયનેમિક ઇન્સ્ટિટ્યૂટએ આપેલ માહિતી મુજબ સ્થાનિક સમયાનુસાર રાત્રીના 11 વાગ્યાને 28 મિનિટ પર ભૂકંપના ઝટકા આવ્યા હતા અને તેનું કેન્દ્ર સમુદ્રની અંદર 15.8 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(6:01 pm IST)