Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ઘેરો બનતો જાય છે. રશિયાએ ૮૦ હજાર સૈનિકો યુક્રેન સરહદે ખડકી દીધા છે. યુક્રેનના કેટલાક પ્રાંત પર રશિયા પોતાનો દાવો ગણાવે છે. ૨૦૧૪માં પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. હવે ફરીથી રશિયાની હુમલો કરવાની તૈયારી હોય એમ લાગે છે. રશિયા જો હુમલો કરશે તો બ્રિટન અને અમેરિકા યુક્રેનના પક્ષે રહેશે એવી જાહેરાતો બન્ને દેશોએ પહેલા જ કરી દીધી છે.

બ્રિટને યુક્રેનના પડોશી રોમાનિયાની સરહદે પોતાના ફાઈટર વિમાનો ખડક્યા છે. બ્રિટિશ વાયુસેનાના વડાએ જણાવ્યુ હતુ કે અત્યારે ૬ યુરોફાઈટર ટાયફૂન ત્યાં પેટ્રોલિંગ માટે મોકલાયા છે. મતલબ કે રશિયાની હિલચાલ ગંભીર છે અને તેની સામે બ્રિટન-અમેરિકા પણ ગંભીરતાથી જવાબ આપવા માંગે છે. સરહદે ટનલો ખોદીને યુક્રેનના સૈનિકો ગોઠવાઈ ગયા છે.

(6:05 pm IST)