Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમેરિકી રિસર્ચમાં દાવો

કોરોના વાયરસ સ્પર્શ કરવાથી ફેલાતો નથી

વોશીંગ્ટન, તા.૧૪: વર્ષ ૨૦૨૦માં જયારે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો હતો ત્યારે સ્થિતિ એ હતી કે કશું પણ અડકવાથી કોરોના સંક્રમણનો ખતરો હતો. પણ હવે એક નવી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે અડકવાથી કોરોના ફેલાવાનો ખતરો ઓછો છે. જોકે, તેનો અર્થ એ નથી કે તમે માસ્ક ન પહેરો, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કરો અને સેનેટાઇઝ કરવાનું બંધ કરી દો. વાયરસથી બચવાના આ સૌથી કારગર ઉપાયો છે.

અમેરિકામાં કરવામાં આવેલી એક નવી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઇ પણ સપાટીને અડકવાથી હવે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો છે. તે સપાટી ભલે સંક્રમિત કેમ ન હોય. CDC અનુસાર, હવે કોઈપણ સપાટીને અડકવાથી સંક્રમિત થવાની આશંકા ૧૦ હજાર લોકોમાં માત્ર એક જ છે.

જણાવી દઇએ કે, CDCએ કોઇ પણ વસ્તુ અડકવાને લઇ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. એકસપર્ટે ગયા વર્ષે એડવાઇઝરી બહાર પાડી કહ્યું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, સુપરમાર્કેટ અને અન્ય જગ્યાઓ પર કોઈપણ વસ્તુને અડકશો નહીં. નવી સ્ટડીમાં જાણ થઇ છે કે વસ્તુઓને અડકવાથી ખતરો ઓછો થાય છે.

CDC અનુસાર, લોકોને કોરોના વાયરસ સંક્રમણ હવે બંધ, ભીડવાળી અને ખરાબ વેન્ટિલેશન વાળી જગ્યાઓ પર વધારે થઇ રહ્યું છે. જો સંક્રમિત લોકો આવી જગ્યાઓ પર વધારે છે તો અન્ય લોકોને સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. CDCના ડિરેકટર રોશેલ વાલેંસ્કી અનુસાર જુદી જુદી સપાટીઓને અડકવાથી લોકો સંક્રમિત થઇ શકે છે, પણ તેની સંભાવના ખૂબ જ ઓછી છે.

વજીર્નિયા ટેક યુનિવર્સિટીમાં એરબોન ડિસીઝ એકસપર્ટ લિંસીએ કહ્યું કે અમને આ બાબતે દ્યણાં દિવસોથી ખબર છે. પણ લોકો તો પણ ઘર અને બહારની વસ્તુઓને સેનેટાઇઝ કરવામાં લાગ્યા છે. જયારે કોઇ પણ સપાટીને સ્પર્શવાથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હજુ સુધી પુરાવા મળ્યા નથી કે કોઇ સંક્રમિત સપાટીને અડકવાથી કોઇ બીમાર પડ્યું.

હેલ્થ એકસપર્ટનું કહેવું છે કે, એ વાત કિલઅર થઇ ચૂકી છે કે કોરોના હવા દ્વારા વધારે ફેલાઇ રહ્યો છે. હવામાં કોરોના સંક્રમિતોના નાક અને મોઢાથી નિકળેલી બૂંદો મોજૂદ હોય છે, જેના કારણે અન્ય લોકો સંક્રમિત થઇ રહ્યા છે. કોરોના વાયરસ હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.

(3:40 pm IST)