Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સારૂં કોલેસ્ટરોલ ખૂબ વધુ હોય એ પણ સારૂં નહીં, એનાથી ન્યુમોનિયા થવાનું રિસ્ક વધે

આપણે બધા જ જાણીએ છીએ કે ખરાબ ગણાતું કોલસ્ટરોલ શરીરમાં વધે તો એનાથી હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધે છે. જોકે તાજેતરમાં થયેલા અભ્યાસ સારા કોલેસ્ટરોલ માટે પણ લાલ બતી બતાવે છે. જો સારું કોલેસ્ટરોલ  વધુ માત્રામાં હોય તો એનાથી ગેસ્ટ્રોએન્ટરાઇટિસ અને ન્યુમોનિયા થવાની સંભાવના રહે છે.

હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે સારું કોલેસ્ટરોલ ખૂબ જ ઓછું હોય તો ચેપી રોગો થવાની સંભાવના ૭૫ ટકા જેટલી વધી જાય છે. જોકે બીજી તરફ સારું કોલેસ્ટરોલ ખૂબ જ વધી જાય તો એનાથી પણ ચેપી રોગો થવાની સંભાવના ૪૩ ટકા જેટલી વધી જાય છે. ડેન્માર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના પ્રોફેસરોનું કહેવું છે કે સારૂં કોલેસ્ટરોલ વધી જાય કે ઘટી જાય તો એનાથી ચેપી રોગોને કારણે હોસ્પિટલાઇઝેશનું જોખમ રહે છે. નિષ્ણાતોએ લગભગ એક લાખથી વધુ લોકોનો ડેટા તપાસીને આ તારવ્યું હતું. પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે સારું કોલેસ્ટરોલ શરીરની રોગપ્રતિકાર સિસ્ટમને યોગ્ય રીતે કામ કરતી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.  અલબત, હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન સંતુલિત માત્રામાં જ હોવું જોઇએ. વધુ કે ઓછું બન્ને રોગપ્રતિકારક શકિતને નબળી પાડે છે.(૨૨.૯)

(2:28 pm IST)